Bharuch : બ્રિટાનિયા કંપનીમાં લાગેલી આગથી ભારે નુકસાન, બિસ્કિટ ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરવો પડ્યો, જુઓ Video

Bharuch : બ્રિટાનિયા કંપનીમાં લાગેલી આગથી ભારે નુકસાન, બિસ્કિટ ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરવો પડ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2024 | 11:48 AM

ગુજરાતના ભરુચની એક નામચીન કંપનીમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ભરુચના ઝઘડિયા GIDC ખાતે આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. કામદારોને કંપની બહાર સુરક્ષિત રીતે કઢાયા હતા.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગુજરાતના ભરુચની એક નામચીન કંપનીમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ભરુચના ઝઘડિયા GIDC ખાતે આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. કામદારોને કંપની બહાર સુરક્ષિત રીતે કઢાયા હતા. જો કે કંપનીમાં આગ લાગતાની સાથે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બિસ્કીટ ઉત્પાદનનો પ્લાન્ટ કરાયો બંધ !

સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ માલસામાન બળીને ખાખ થઈ જતા બિસ્કીટ ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે.

( વીથઈન પુટ – અંકિત મોદી, ભરુચ)

g clip-path="url(#clip0_868_265)">