Mahisagar Rain : લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે મહિસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે લુણાવાડા તાલુકાના ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

ડાંગરનો પાક ધોવાયો
લુણાવાડા તાલુકાના ખોડા આંબા ગામે 300 એકરમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ચુક્યો છે. આ ઉપરાંત સાત તળાવ,ખોડા આંબા, જૂના મુવાડા, ભાયસર સહિતના ગામોમાં આશરે કુલ 3000 હજાર હેકટર જમીનમાં ઉગાડવામાં આવેલો ડાંગરનો પાક ધોવાઈ ગયો છે. આ સ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે નવેસરથી સર્વે કરી નુકસાની સહાયની માગ કરવામાં આવી છે.
દહેગામમાં વરસ્યો ધોધમાર વરસાદ
બીજી તરફ ગાંધીનગરના દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જો કે વરસાદ પડતા લોકોને બફારામાંથી રાહત મળી છે.