દ્વારકાના ખેડૂતોએ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. પાક નુકસાનીની સહાય તેમજ વરસાદથી થયેલી જમીનના ધોવાણનું વળતર ચુકવવા સહિતની 6 માગો મુદ્દે સરકાર સામે લડતના મંડાણ કર્યા છે.
દેવભૂમિ દ્વારકાના ખેડૂતોએ સહાય મુદ્દે મોરચો માંડ્યો છે. દ્વારકા જિલ્લામાં ચાલુ સિઝનમાં ભારે વરસાદના કારણે ખેતી પાકમાં વ્યાપક નુક્સાન થયું છે. ત્યારે ખેડૂતોની માગણી છે કે જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે. ખેડૂતોએ પોતાની છ માગણીઓ હોર્ડિગ્સ પર લખીને હોર્ડિગ્સનું અનાવરણ કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
ખેડૂતોની 6 માગણીઓ છે જેમાં દ્વારકા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, વર્તુ, સોરઠ અને સાની નદી નજીક આવેલા ખેતરો દર વર્ષે પૂરની પાણીમાં ધોવાઈ છે. તેના કાયમી ઉકેલની માગણી, ચાલુ વર્ષે વરસાદથી થયેલા જમીન ધોવાણનું વળતર ચુકવવાની માગણી, દર ચોમાસામાં રાવલ ગામ પાણીથી બેટમાં ફેરવાય છે. તેનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી. દ્વારકા જિલ્લાના ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે. દ્વારકામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો તેના વળતરની પણ માગ કરવામાં આવી છે.