Kutch : વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ, સહાય ચૂકવવા સરકાર પાસે માંગ

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની તાત્કાલીક સહાય ચુકવવા સીએમને સંબોધી ખેડૂતોએ આવેદન પાઠવ્યું છે. કચ્છના તમામ તાલુકા મથકોના પ્રતિનિધીઓએ વરસાદ ન પડતા સર્જાયેલી મુશ્કેલી અંગે રજુઆત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 6:55 PM

ગુજરાત(Gujarat)માં લાંબા સમય બાદ સપ્તાહથી પડેલા વરસાદ(Rain)થી ખેડુતોમાં પાક ફરી જીવંત થવાની આશા બંધાઇ છે. પરંતુ કચ્છ(Kutch)ના એવા ધણા તાલુકાઓ છે કે જયાં હજુ વરસાદ પડ્યો નથી. જેથી આ વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ખેડૂતોની રાવ ઉઠી છે.

તેમજ સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની તાત્કાલીક સહાય ચુકવવા સીએમને સંબોધી ખેડૂતોએ આવેદન પાઠવ્યું છે. કચ્છના તમામ તાલુકા મથકોના પ્રતિનિધીઓએ વરસાદ ન પડતા સર્જાયેલી મુશ્કેલી અંગે રજુઆત કરી છે.મહત્વનું છે કે સામાન્ય બે વરસાદ વચ્ચે 30 દિવસનો સમય પસાર થાય તો સરકાર દુષ્કાળ જાહેર કરે છે પરંતુ આવુ થયું ન હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ  પૂર્વે  ગુજરાતના સુકા પ્રદેશ કચ્છ(Kutch)માં અપૂરતા વરસાદના પગલે લીલા ઘાસચારા(Fodder)ની તંગી સર્જાઈ છે. ત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે CMને પાઠવેલા પત્રમાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. હાલ પાંજરાપોર, ગૌશાળા કે માલધારીઓના પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે. સરકાર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા નહી કરાય તો પશુઓ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે.

કચ્છમાં પણ વરસાદ ન વરસતા લીલા ઘાસચારાની તીવ્ર અછત જોવા મળી રહી છે. તેમજ તેના લીધે માલધારીઓ, પાંજરાપોળ અને ગૌશાળાના પશુઓ માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ પડ્યો છે.

આ પણ વાંચો : BHAVNAGAR : શહેર અને જિલ્લામાં રોગચાળામાં વધારો, સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી ડેન્ગ્યુના 20 કેસો મળ્યા

આ પણ વાંચો :  RAJKOT : આર.કે.ગ્રુપના બેનામી આર્થિક વ્યવહારોનો આંક 400 કરોડ સુધી પહોંચી શકે છે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">