RAJKOT : આર.કે.ગ્રુપના બેનામી આર્થિક વ્યવહારોનો આંક 400 કરોડ સુધી પહોંચી શકે છે

RAJKOT : આર.કે.ગ્રુપના બેનામી આર્થિક વ્યવહારોનો આંક 400 કરોડ સુધી પહોંચી શકે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 2:09 PM

આવકવેરા વિભાગે આર.કે.ગ્રુપના 25 લોકરો સીઝ કર્યા હતા. આ 25 લોકરની એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે.

RAJKOT : આર.કે.ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત્ છે. આર.કે.ગ્રુપના બેનામી આર્થિક વ્યવહારોનો આંક 400 કરોડ સુધી પહોંચી શકે છે. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં RK ગ્રુપ પાસેથી બેગ ભરાઈ જાય એટલા કોરા ચેક મળ્યા હતા તેમજ કોથાળાઓ ભરીને દસ્તાવેજો મળી આવ્યાં હતા. આવકવેરા વિભાગે આર.કે.ગ્રુપના 25 લોકરો સીઝ કર્યા હતા. આ 25 લોકરની એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે. 3 સપ્ટેમ્બરે પહેલું લોકર ખોલવામાં આવ્યું હતું, જેનાંથી 3 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં હતા. તો અન્ય લોકરમાંથી ઘરેણા અને દસ્તાવેજ મળી આવ્યાં છે. બેનામી સંપત્તિ અને વ્યવહારનો તાગ મેળવવા આવકવેરા વિભાગ દ્વારા RK ગ્રુપના માલિકોના નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

વકવેરા વિભાગના દરોડામાં અત્યાર સુધીમાં આર.કે. ગ્રૂપના 350 કરોડથી વધુના બિનહિસાબી આર્થિક વ્યવહારો ઝડપાઈ ચૂક્યા છે.મહત્વનું છે કે રાજકોટમાં જન્માષ્ટમી પૂર્વે આર.કે.ગ્રૂપ પર ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.જેની તપાસ હજી પણ યથાવત છે. આવકવેરા વિભાગને હજી વધુ ટેક્સચોરીના દસ્તાવેજો, રોકડ, સોનું વગેરે મળવાની આશા છે.

રાજકોટના નામાંકીત બિલ્ડર ગ્રુપ આર.કે અને ગંગદેવ ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગનો ચાર-પાંચ દિવસ સુધી સર્વે ચાલ્યો હતો. આર.કે ગ્રુપની ઓફિસો અને રહેણાંક મકાનને બાદ કરતા મોટાભાગે તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ચાર દિવસની કાર્યવાહી દરમિયાન અંદાજિત 300 કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા હતા. જેને લઇને તપાસ તેજ કરવામાં આવી હતી.

આ પણ વધારો : BHAVNAGAR : શહેર અને જિલ્લામાં રોગચાળામાં વધારો, સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી ડેન્ગ્યુના 20 કેસો મળ્યા

g clip-path="url(#clip0_868_265)">