દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયું, મતદારોની લાગી લાંબી કતારો, જુઓ Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન છે. ત્યારે દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાતા હાલાકી પડી છે. દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતે EVM ખોટવાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

જિન વિસ્તારમાં આવેલા 2 નંબરના બુથમાં EVM ખોટવાયું હતુ. 1 કલાક સુધી EVM બંધ રહેતા મતદારો અટવાયા હતા. મળતી માહિતી અનુસાર જિન વિસ્તારમાં આવેલી આંગણવાડી સ્કૂલમાં મતદાન મથક હતું જ્યાં આ ઘટના બની હતી.
જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયું
બીજી તરફ રાજકોટના જેતપુરમાં દેસાઈ વાડી વિસ્તારમાં પણ EVM ખોટવાયું હતું. વોર્ડ નંબર 8માં મતદાન મથકમાં EVM ખોટવાયું હતુ. દેસાઈ વાડીના ચભાડીયા સ્કૂલમાં EVM ખોટવાયું છે. EVM મશીન ખોટવાતા મતદારોની લાંબી લાઈન લાગી હતી. જો કે 1 કલાક બાદ ફરી મતદાન શરુ કરવામાં આવ્યું છે.