ખેડા નગરપાલિકા અને નવસારીના બિલિમોરા પાલિકામાં મતદાન દરમિયાન EVM ખોટવાયું, જુઓ Video
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં EVM ખોટવાયું છે. EVMમાં બટન ન દબાતું હોવાની ફરિયાદ ઊઠી હતી. EVMમાં કેટલાક બટનો ન દબાતા હોવાનો મતદારોએ આક્ષેપ કર્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં EVM ખોટવાયું છે. EVMમાં બટન ન દબાતું હોવાની ફરિયાદ ઊઠી હતી. EVMમાં કેટલાક બટનો ન દબાતા હોવાનો મતદારોએ આક્ષેપ કર્યો છે. સવારથી રજૂઆત છતા કોઈએ વાત ન સાંભળ્યાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ ન સંભળાતા ઉમેદવારો અને મતદારોએ હોબાળો કર્યો છે. ચૂંટણી અધિકારીને રજૂઆત કર્યા બાદ EVM બદલાયું હોવાનું સામે આવ્યું છે. સવારથી થયેલા મતદાન સામે ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા છે.
બિલિમોરામાં EVM ખોટકાયું
બીજી તરફ નવસારીના બિલિમોરા પાલિકાના વોર્ડ-2નું પણ EVM ખોટકાયું હોવાનું સામે આવ્યું છે. બિલિમોરામાં EVM ખોટકાતા કોંગ્રેસના ઉમેદવારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા એક કલાકથી જો કે મતદાન મથક બંધ કરવામાં આવ્યું છે. મતદાન મથકનું નામ લાલચંદ મોતીચંદ કુમારશાળા છે. જ્યાં EVM ખોટકાતા મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.