Rain : સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી, જુઓ Video
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદ ખાબકતા વિનાશ વેર્યો છે. સરકારી અનાજના ગોડાઉનના પતરા ઉડ્યા છે. માવઠું થતા અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદ ખાબકતા વિનાશ વેર્યો છે. સરકારી અનાજના ગોડાઉનના પતરા ઉડ્યા છે. માવઠું થતા અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે પવન અને વરસાદથી 30થી વધુ ઘરોમાં નુકસાન થયું છે. ત્યારે આશરે 50થી વધુ સ્થળો પર વીજપોલ ધરાશાયી થયા છે. કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. સુરેન્દ્રનગર શહેરમાં વીજ પુરવઠો ઠપ કરાયો છે. સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
રાજકોટમાં વરસ્યો ભારે વરસાદ !
બીજી તરફ રાજકોટમાં ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી થયા છે. રેસકોર્સ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મહાકાય હોર્ડિંગ પડ્યું છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હોર્ડિંગ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થઈ છે. સંપૂર્ણ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી ફાયર વિભાગ દ્વારા હોર્ડિગ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ધારાસભ્ય દર્શિતા શાહ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
