Eid Ul Fitr 2023 : ભરૂચના ઈદગાહ મેદાન ખાતે ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરાઈ, મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી, જુઓ Video

Eid Ul Fitr 2023 : ઈદની ઉજવણીની શરૂઆત ઈદની નમાઝ સાથે થાય છે. ભરૂચમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરવા એકત્રિત થયા હતા. ઈદ નફરત ભૂલી પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે. આ અવસરે લોકો તેમની દ્વિધા દૂર કરે છે અને એકબીજાને ખુશીથી ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 9:36 AM

Eid Ul Fitr 2023 : શુક્રવાર તારીખ 21 એપ્રિલ 2023ના રોજ રમઝાનનો છેલ્લો અલવિદા રોઝા પણ રાખવામાં આવ્યો હતો. ઈફતાર બાદ ઈદનો ચાંદ નજરે પડતા આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી છે. ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી જાય છે અને ઘરઆંગણે પણ ઈદની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ જાય છે. ઈદના દિવસે લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જાય છેઅને નમાઝ અદા કરે છે અને અલ્લાહને શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરે છે. દેશના વિવિધ ભાગોમાં આવેલી મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવે છે. મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા ભરૂચમાં પણ ઇદગાહ મેદાન ખાતે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Eid-ul-Fitr 2023: ઇદ મુબારક, આજે ચાંદ દેખાતા આવતીકાલે ઉત્સાહ પૂર્વક થશે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી, ચાંદ કમિટીએ કરી જાહેરાત

આજે 22 એપ્રિલ શનિવારના રોજ દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના પર્વને ઈદ-ઉલ-ફિત્ર અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. સાઉદી અરેબિયામાં 21 એપ્રિલે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે. આ સાથે જ રોઝા અને રમઝાન માસનો અંત આવે છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમો ઈદની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે. આ દિવસે લોકો નવા કપડાં પહેરે છે એકબીજાને ગળે લગાવે છે અને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવે છે.

આ પણ વાંચો : Eid Ul Fitr 2023 : બેંકમાં ઈદના તહેવારની રજા ક્યારે રહેશે? ચાંદના આધારે નક્કી થાય છે તહેવાર

ઈદની ઉજવણીની શરૂઆત ઈદની નમાઝ સાથે થાય છે. ભરૂચમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરવા એકત્રિત થયા હતા. ઈદ નફરત ભૂલી પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે. આ અવસરે લોકો તેમની દ્વિધા દૂર કરે છે અને એકબીજાને ખુશીથી ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે. આ પ્રસંગે એકબીજાને ભેટ પણ આપવામાં આવે છે. પરિવારના વડીલ સભ્યો નાના સભ્યોને ઈદી આપે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">