Eid Ul Fitr 2023 : બેંકમાં ઈદના તહેવારની રજા ક્યારે રહેશે? ચાંદના આધારે નક્કી થાય છે તહેવાર
Eid Ul Fitr 2023 : 22 એપ્રિલની વાત કરીએ તો આ દિવસે ચોથો શનિવાર છે. આવી સ્થિતિમાં ચોથા શનિવાર અને ઈદ-ઉલ-ફિત્ર (ઈદ)ને કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. નોંધપાત્ર રીતે દેશમાં માત્ર ગણતંત્ર દિવસ, સ્વતંત્રતા દિવસ અને મહાત્મા ગાંધીની જન્મજયંતિને ગેજેટ હોલીડેમાં સામેલ કરવામાં આવે છે.
ઈદ-ઉલ-ફિત્ર નો તહેવાર ભારત સહિત ઘણા દેશોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ અવસર પર ભારતની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં રજા રહે છે. ઈદની ઉજવણી ઈદના ચાંદ નજરે પડવાના આધારે નક્કી થતી હોય છે. આ કારણે ઘણીવાર બેંક ક્યારે બંધ રહેશે તે નક્કી કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. આ વર્ષે ઈદ-ઉલ-ફિત્ર ચોથા શનિવારે ઉજવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. રમઝાન ઈદ/ગરિયા પૂજા/જુમાત-ઉલ-વિદાના કારણે દેશના ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારે કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો આજે બેંકો ચાલુ છે કે નહીં તે તપાસ્યા પછી જ ઘરની બહાર નીકળવું હિતાવહ રહેશે.
આજે ક્યાં બેંકો બંધ રહેશે
દેશના ઘણા શહેરોમાં રમઝાન ઈદ/ગરિયા પૂજા/ જમાત-ઉલ-વિદાના કારણે બેંકોમાં રજા રહેશે. આ વિસ્તારોમાં અગરતલા જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમ જેવા શહેરોનો સમાવેશ થાય છે. બેંકો અન્ય શહેરોમાં સામાન્ય રીતે કામ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આવતીકાલે ઈદનો તહેવાર મનાવવામાં આવશે. આજે એટલે કે 21 એપ્રિલ, 2023ના રોજ સાઉદી અરેબિયામાં ઉજવણી કરવામાં આવી રહી છે.
22 એપ્રિલે ઈદના તહેવારની ઉજવણી થશે
22 એપ્રિલની વાત કરીએ તો આ દિવસે ચોથો શનિવાર છે. આવી સ્થિતિમાં ચોથા શનિવાર અને ઈદને કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. નોંધપાત્ર રીતે દેશમાં માત્ર ગણતંત્ર દિવસ, સ્વતંત્રતા દિવસ અને મહાત્મા ગાંધીની જન્મજયંતિને ગેજેટ હોલીડેમાં સામેલ કરવામાં આવે છે. આ સિવાય બેંકમાં રજાઓને રાજ્ય અને કેન્દ્ર સરકારની શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. સ્થાનિક તહેવાર અને મહત્વના દિવસોને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બેંકમાં કેટલીક રજાઓ નક્કી કરવામાં આવે છે. આ સિવાય દર બીજા અને ચોથા શનિવારે અને દર રવિવારે બેંકો બંધ રહે છે.
બેંક બંધ હોય ત્યારે રીતે કામ થશે
ડિજીટલાઇઝેશનના કારણે બેંક બંધ થયા બાદ પણ લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. રોકડ ઉપાડ માટે, એટીએમમાંથી પૈસા ઉપાડો. આ સિવાય તમે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ જેવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા પણ પૈસાની લેવડદેવડ કરી શકો છો. આ સિવાય તમે UPI દ્વારા પણ પૈસાની આપ-લે કરી શકો છો.