Eid ul Fitr : દેશભરમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે, રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હું ઈદ ઉલ ફિત્ર પર ભારત અને વિદેશમાં વસતા તમામ નાગરિકોને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું.
દેશભરમાં આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીએ ઈદ ઉલ ફિત્રના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈદ પવિત્ર રમઝાન મહિનાના અંતને ચિહ્નિત કરે છે. ઈદ એ પ્રેમ અને કરુણાની લાગણીઓ વહેંચવાનો તહેવાર છે. તહેવારો આપણને એકતા અને પરસ્પર સમરસતાનો સંદેશ આપે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે દરેકને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે સંકલ્પ લેવા જણાવ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઈદ સૌહાર્દની ભાવનાથી રંગાયેલી છે, જે આપણને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવા માટે પ્રેરણા આપે છે. ભારતની પ્રથમ મહિલાએ કહ્યું કે હું ઈદ ઉલ ફિત્રના અવસર પર ભારત અને વિદેશના તમામ નાગરિકોને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને મારી હાર્દિક શુભકામનાઓ આપું છું.
ईद-उल-फ़ित्र पर सभी देशवासियों विशेष रूप से मुस्लिम भाइयों-बहनों को मैं बधाई देती हूं। प्रेम और करुणा का पर्व ईद हमें दूसरों की मदद करने का संदेश देता है। आइए, जश्न के इस मुबारक मौके पर हम सभी समाज में भाईचारा और आपसी सौहार्द को बढ़ाने की राह पर आगे बढ़ने का संकल्प लें।
— President of India (@rashtrapatibhvn) April 22, 2023
પીએમ મોદીએ પણ પાઠવી શુભકામના
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. શુક્રવારે પીએમ મોદીએ વિશ્વભરના લોકો માટે શાંતિ, સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરી હતી. પીએમએ કહ્યું કે ભારતના લોકો વતી હું તમને અને બાંગ્લાદેશના લોકોને ઈદની શુભેચ્છા પાઠવું છું. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, રમઝાન દરમિયાન વિશ્વભરના મુસ્લિમો ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે. ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર વિશ્વના લોકો એકતાના મૂલ્યોને સાકાર કરી રહ્યા છે.
Greetings on Eid-ul-Fitr. May the spirit of harmony and compassion be furthered in our society. I also pray for everyone’s wonderful health and well-being. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) April 22, 2023
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…