અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાડામાં કર્યો વધાર્યો, જુઓ Video

ગણતરીના દિવસોમાં શાળાઓ શરુ થવાની છે. પરંતુ વાલીઓને શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાડાનો વધારો કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2024 | 5:10 PM

ગણતરીના દિવસોમાં શાળાઓ શરુ થવાની છે. પરંતુ વાલીઓને શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાડામાં વધાર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો વધારો કર્યો છે. RTO રજિસ્ટ્રેશન,ફિટનેસ, પાસિંગનો બોજો આવતા, આ ભાવ વધાર્યો કર્યો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. રિક્ષાના ભાવમાં રૂ.100 અને વાનના ભાવમાં રૂ.200 જેટલો વધાર્યા છે. આખા ગુજરાતમાં વર્ધીના ભાવ વધારાનો અમલ કરાશે.

13 જૂને શરુ થશે શૈક્ષણિક સત્ર

ગુજરાત સરકારી શાળાઓમાં ઉનાળું વેક્શન લંબાવામાં આવ્યુ હતુ. પહેલા 9 જૂન સુધી ઉનાળુ વેકેશન આપવામાં આવ્યુ હતુ. પરંતુ મંડળોની રજૂઆત અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વેકેશનની તારીખો બદલવામાં આવી અને 13 જૂન સુધી વેકેશન લંબાવામાં આવ્યુ. આ વર્ષે કુલ 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામા આવ્યું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">