Gujarati Video : દ્વારકાની ગોમતી નદીમાં નાહવા પડેલા બે મિત્રો દરિયામાં તણાયા
દ્વારકામાં ગોમતી નદીમાં નાહવા પડેલા બે યુવકો તણાયા હોવાની ઘટના સામે આવી. દરિયામાં તણાયેલા બે મિત્રોમાંથી એક મિત્રનો બચાવ થયો જોકે અન્ય મિત્ર દરિયામાં ડૂબ્યો હતો.
Dwarka: દ્વારકામાં ગોમતી નદીમાં નાહવા પડેલા બે મિત્રો, નદીના વહેણ મારફતે દરિયા તરફ તણાયા હતા. સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ ભયાનક સ્થિતિ વચ્ચે બે મિત્રો ગોમતી નદીમાં નાહવા પડ્યા અને દરિયા તરફ ખેંચાવા માંડ્યા. દરિયામાં ભારે કરંટની સ્થિતિમાં બંને મિત્રોએ જીવ બચાવવા ભરપૂર પ્રયાસ કર્યો. આ દરમિયાન એક મિત્રનો બચાવ થયો. જ્યારે અન્ય મિત્ર દરિયામાં ડૂબી ગયો. બંને મિત્રો રૂપેણ બંદરના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા માછીમારો વતન પરત ફર્યા, ફૂલોના હાર પહેરાવીને કરાયું સ્વાગત
મહત્વપૂર્ણ છે કે એક તરફ સંભવિત વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર એલર્ટ પર છે. ત્યારે સંવેદનશીલ અને સહેલાણીઓથી વ્યસત એવા દ્વારકાના દરિયા કિનારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરિયામાં ભારે કરંટ હોવા છતાં પણ કોઇ રેસ્ક્યુ ટીમ કે ફાયરની ટીમ તૈનાત ન હોવાથી સવાલો ઉઠી રહ્યા છે.
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
