Gujarati Video : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા માછીમારો વતન પરત ફર્યા, ફૂલોના હાર પહેરાવીને કરાયું સ્વાગત
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો વતન પરત ફર્યા છે. મોડી રાત્રે ટ્રેન મારફતે આ માછીમારો વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા.
Gujarat : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો વતન પરત ફર્યા છે. મોડી રાત્રે ટ્રેન મારફતે આ માછીમારો વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. જ્યાં ફૂલોના હાર પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. અને ત્યારબાદ 4 બસમાં તેમને વતન રવાના કરવામાં આવ્યા હતા. માછીમારોને 2 જૂને વાઘા બોર્ડર પર ભારત સરકારના અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. અને ત્યાંથી વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Gir Somnath : અહેમદપુર માંડવીમાં મુખ્ય માર્ગ પર લટાર મારતી સિંહણ, જુઓ Video
તેમને લેવા માટે મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘા બોર્ડર ગયા હતા. તેમની સાથે પરત ફરેલા માછીમારોમાં ગીરસોમનાથ જિલ્લાના 129, દેવભૂમિદ્વારકાના 31, જૂનાગઢના 2, નવસારીના 5, પોરબંદરના 4, દીવના 15, મહારાષ્ટ્રના 6, ઉત્તરપ્રદેશના 5 અને બિહારના 3 માછીમારોનો સમાવેશ થાય છે. હજુ પણ 200થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમને મુક્ત કરાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
( With input Yunus Gazi )
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
