AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પર વાવાઝોડાના સંકટ સામે SDRF એલર્ટ, પોરબંદરના દક્ષિણે અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતા, જુઓ Video

ગુજરાત પર વાવાઝોડાના સંકટ સામે SDRF એલર્ટ, પોરબંદરના દક્ષિણે અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 11:45 PM
Share

પોરબંદરથી લગભગ 1160 કિલોમીટર દૂર ડિપ્રેશન સક્રિય છે. જે અરબ સાગરમાં વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ઉત્તર પશ્ચિમ તરફ ડિપ્રેશન હવે ડિપ ડિપ્રેશન બનીને વાવાઝોડામાં ફેરવાઈને આગળ વધશે. જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં જોવા મળી શકે છે.

Gujarat: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ ચક્રવાતની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળશે. વાવાઝોડા સાથે પડશે ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું કે 7 જૂન સુધી ચક્રવાત બાઈપરજોયના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદના એલર્ટને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 7 કે 8 જૂને સિસ્ટમ વધારે મજબૂત બનીને ઉત્તર અરબ સાગર તરફ આગળ વધી શકે છે. જોકે, તે ગુજરાત પહોંચશે કે કેમ તે અંગે હજુ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ જે પ્રમાણેની સ્થિતિ બની રહી છે તેને જોતા વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે તેવી સ્થિતિ બની રહી છે.

આ પણ વાંચો : મેટ્રોથી બદલાશે ‘સૂરત’, પ્રથમ ફેઝમાં બની રહ્યો છે 6.47 કિમીનો અંડરગ્રાઉન્ડ રૂટ, જુઓ Video

દક્ષિણ અરબી સમુદ્રમાં બનેલું લો પ્રેશર હવે ઉત્તર દિશામાં આગળ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે, તે આગામી દિવસોમાં સિસ્ટમ મજબૂત બન્યા બાદ ગુજરાત તરફ આવશે કે પછી ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાશે તે અંગે આગળ આગાહી કરવામાં આવશે. 7થી 11 જૂન વચ્ચે વરસાદી માહોલ છવાશે તેવું પણ હવામાના વિભગા દ્વારા જણાવાયું છે. બાઈપરજોય ચક્રવાતના આવવાના થોડા દિવસ સુધી પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. લોકોને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7થી 11 જૂન વચ્ચે વરસાદી માહોલ ચાલુ રહેશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">