Rain News : ખંભાળિયાના ગ્રામ્યપંથકમાં ધોધમાર વરસાદ, નદી-નાળામાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી, જુઓ Video
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દ્વારકાના જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. દ્વારકાના કલ્યાણપુરના સાની ડેમમાં નવા નીરની આવક થઈ છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દ્વારકાના જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. દ્વારકાના કલ્યાણપુરના સાની ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા જળાશયોમાં પાણીની આવક થઈ છે. ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ડેમ સંપૂર્ણ ભરાશે નહીં. ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નદી-નાળા કોલેજ છલકાયા
તો ભારે વરસાદને પગલે ખંભાળીયાની ફુલકુ નદીમાં નવા નીર આવ્યા છે. પાણીની આવકને પગલે ફુલકુ નદીના આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા છે. ખંભાળિયાના લાલપરડા ગામ સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદથી નદી-નાળામાં નવા નીર આવ્યા છે. તો ફુલકુ નદી પણ બે કાંઠે વહી રહી છે.વાવણી બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
