AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : એરપોર્ટ પરથી ફરી ઝડપાયો કરોડોનો હાઇડ્રોપોનિક ગાંજો, જુઓ Video

Ahmedabad : એરપોર્ટ પરથી ફરી ઝડપાયો કરોડોનો હાઇડ્રોપોનિક ગાંજો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2025 | 12:34 PM

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે અમદાવાદમાં ફરી એરપોર્ટ પરથી કરોડોનો ગાંજો જપ્ત કરાયો છે. મળતી માહિતી અનુસાર 39.24 કિલો ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. આશરે 39 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે અમદાવાદમાં ફરી એરપોર્ટ પરથી કરોડોનો ગાંજો જપ્ત કરાયો છે. મળતી માહિતી અનુસાર 39.24 કિલો ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. આશરે 39 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. બેંગકોકથી આવેલા 3 ભારતીયોના બેગમાં ગાંજો મળ્યો હતો. DRI, કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમં ગાંજાનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એરપોર્ટ પરથી ઝડપાયો હતો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો

બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.DRIએ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો હતો. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અગાઉ 20 એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 17 કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">