દીવના દરિયામાં ભારે કરંટ ઊંચા મોજા ઉછળ્યા, ભારે વરસાદને લઈ એલર્ટ, જુઓ વીડિયો
દીવના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દીવના દરિયાકાંઠા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં કરંટના માહોલને લઈ કિનારા વિસ્તારમાં પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ કરવામાં આવી છે.
દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દીવના દરિયાકાંઠા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં કરંટના માહોલને લઈ કિનારા વિસ્તારમાં પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ કરવામાં આવી છે.
ધોધમાર વરસાદ વરસવાને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. દીવમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ મુજબ જ વરસાદ વરસવાને લઈ પાણી અનેક વિસ્તારમાં ભરાયા છે. દીવમાં ઘોઘલા બીચ, નાગવા બીચ, ડાંગર વાડી, વણાકબારા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દીવના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવા પામ્યો હતો.