AMC માં વર્ષોથી ભાજપનું શાસન છતા કોઈ બોધપાઠ નહીં, દર વર્ષે વરસાદી પાણી ભરાતા વિસ્તારો ઘટવાને બદલે વધે છે
અમદાવાદના નાગરિકોનું કટાક્ષ સ્વરૂપે એવુ કહેવું છે કે, વિકાસના ફળરૂપે, દર વર્ષે વરસાદી ભરાવામાંથી બે ચાર વિસ્તારો મુક્ત થવા જોઈએ, એના બદલે, દર વર્ષે એના એ સ્થળોએ તો વરસાદી પાણી ભરાય છે પરંતુ તેની સાથે સાથે અન્ય કેટલાક વિસ્તારો પણ ઉમેરાય છે. જે પાણી ભરાવાની સમસ્યામાં વિકાસ કરાઈ રહ્યો છે.
અમદાવાદમાં મધ્યરાત્રીએ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ બંધ થઈ ગયાના કલાકો બાદ પણ શહેરના કેટલાય વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસર્યા નહોતા. આ અંગે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વરસાદ બંધ થયાને કલાકો પછી પણ વરસાદી પાણી ઓસરતા ના હોય તેવા વિકાસની શહેરને કોઈ જરૂર નથી તેમ તેમનુ કહેવું છે. સત્તા સ્થાને બેઠેલા રાજકારણીઓ વિકાસના નામે બે-ચાર વાર ભરાતા વરસાદી પાણી અંગે લોકોને સમજાવી શકે, પરંતુ દર વર્ષે એકના એક જ જગ્યાએ ભરાતા વરસાદી પાણી અંગે વિકાસ નહીં પણ સમસ્યા સર્જી તેમ કહી શકાય.
આજે ગુરૂવારે મધ્યરાત્રીના સમગ્ર અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસ્યા બાદ વહેલી સવારે બંધ થઈ હતો. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ શહેરના બોપલ, નારોલ, મણીનગર, એસ જી હાઈવે, મકરબા સહિતના વિસ્તારોમાં પાણી ઓસર્યા નહોતા. જેના કારણે સવારે નોકરી-ધંધા-રોજગારે જતા શહેરીજન કે સ્કુલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
શહેરના કેટલાક વિસ્તારો તો વરસાદી પાણી ભરાવવા અંગે કુખ્યાત થઈ ચૂક્યા છે. આ વિસ્તારોમાં ભાજપ શાસિત મનપાના નિષ્ણાંત એન્જિનિયર પણ લાચાર જોવા મળે છે. પ્રિ મોન્સુન કામગીરી અંગે, ચોમાસા પૂર્વે સબ સલામત અને વાંધો નહીં આવેનો મોટે મોટેથી ઢોલ પીટીને ખાતરી આપવામાં આવે છે, પરંતુ જેવો જ વરસાદ વરસે કે પ્રિ મોન્સુન કામગીરી સારી રીતે કરાઈ હોવાના ઢોલ ફાટી જાય તેવી સ્થિતિ સર્જાય છે. અમદાવાદના નાગરિકોનું કટાક્ષ સ્વરૂપે એવુ કહેવું છે કે, વિકાસના ફળરૂપે, દર વર્ષે વરસાદી ભરાવામાંથી બે ચાર વિસ્તારો મુક્ત થવા જોઈએ, એના બદલે, દર વર્ષે એના એ સ્થળોએ તો વરસાદી પાણી ભરાય છે પરંતુ તેની સાથે સાથે અન્ય કેટલાક વિસ્તારો પણ ઉમેરાય છે. જે પાણી ભરાવાની સમસ્યામાં વિકાસ કરાઈ રહ્યો છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો