સાબરમતી નદીમાં પાણી છોડાતા, વિજાપુર-હિંમતનગર હાઇવે પર આવેલ દેરોલ બ્રિજ બંધ કરાયો, જુઓ Video
ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ત્યારે સાબરમત નદીમાં પાણીની વધારે આવક થઈ છે. જેના પગલે સાબરકાંઠાના વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પર આવેલા દેરોલ બ્રિજ તંત્ર દ્વારા બંધ કરાયો છે. મહેસાણા સ્ટેટ આર એન્ડ બી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ત્યારે સાબરમત નદીમાં પાણીની વધારે આવક થઈ છે. જેના પગલે સાબરકાંઠાના વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પર આવેલા દેરોલ બ્રિજ તંત્ર દ્વારા બંધ કરાયો છે. મહેસાણા સ્ટેટ આર એન્ડ બી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વાહનો માટે બ્રિજ પરથી સંપૂર્ણ અવરજવર પર બંધ ફરમાવાયો છે. સાબરમતી નદીમાં પાણીનું લેવલ વધુ હોવાના કારણે હાલ બ્રિજ પર અવરજવર બંધ કરાઈ છે. પાણીનું લેવલ ઘટ્યા બાદ સામાન્ય વ્હીકલ માટે બ્રિજ શરુ કરાશે. તકેદારીના ભાગરુપે હાલમાં બ્રિજને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેથી નદીમાં પાણીનો પ્રવાહ વધી જવાના કારણે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
