સ્માર્ટ સ્કૂલોના દાવા વચ્ચે રાજકોટની કસ્તુરબાધામ સરકારી શાળાની દયનીય હાલત, બે વર્ષથી ખુલ્લી લોબીમાં બેસે છે બાળકો- Video

રાજકોટના ત્રંબામાં આવેલી કસ્તુરબાધામ શાળાના બાળકો ભરચોમાસે ખુલ્લી લોબીમાં બેસવા માટે મજબુર બન્યા છે. છેલ્લા બે વર્ષથી શાળાના બાળકો લોબીમાં બેસી રહ્યા છે. કસ્તુરબાધામની કુમારશાળાનું બિલ્ડીંગ બે વર્ષ પહેલા જ જર્જરીત થતા પાડી દેવામાં આવ્યુ છે અને વિદ્યાર્થીઓને કન્યાશાામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

| Updated on: Jul 04, 2024 | 5:19 PM

એકતરફ રાજ્યમાં નવી સ્માર્ટ સ્કૂલો બનાવવાના મોટા મોટા દાવા કરાઈ રહ્યા છે. જેની સામે વરવી હકીકત એ છે કે બે- બે વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લી લોબીમાં બેસી ભણવા મજબુર બન્યા છે. ગમે તેવો તાપ હોય, ઠંડી હોય કે વરસાદ હોય વિદ્યાર્થીઓને આ જ પ્રકારે ખુલ્લી લોબીમાં બેસીને ભણવુ પડે છે. આ વાત છે રાજકોટના રાજકોટના ત્રંબામાં આવેલી કસ્તુરબાધામ સરકારી શાળાની.

બે વર્ષથી બાળકો ખુલ્લી લોબીમાં બેસી કરે છે અભ્યાસ

અહીં ભણતા વિદ્યાર્થીઓએ ચોમાસામાં સ્કૂલની બહાર મેદાનમાં કે લોબીમાં બેસીને ભણવુ પડી રહ્યું છે. જેનું કારણ છે 2 વર્ષ પહેલા જર્જરિત શાળાને તોડી પાડવામાં આવી પરંતુ 2 વર્ષ બાદ પણ આ બિલ્ડીંગ ન બનતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કસ્તુરબા કુમાર શાળાને તોડી પાડ્યા બાદ વિદ્યાર્થીઓને કન્યા શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા પણ કન્યા શાળામાં પણ માત્ર 2 જ વર્ગ ખંડ હોવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્માર્ટ સ્કૂલોના દાવા વચ્ચે સ્કૂલનું મકાન પણ નથી મળતુ

2 પાળીમાં શાળા ચાલે છે પરંતુ 1થી 8માં જ 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે વિદ્યાર્થીનો મેદાનમાં બેસી ભણવાનો વારો આવ્યો છે. નીશીત ખૂંટે રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે કસ્તુરબા ધામ તાલુકા શાળામાં ધો. 1 થી 8 અને બાલવાટિકા સહિત 246 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.અહીં મુખ્ય શિક્ષક સહિત કામ કરતા શિક્ષકોની સંખ્યા 19 છે. માર્ચ – 2022 થી શાળા 2 વર્ગમાં 2 પાળીમાં ચાલે છે. વારંવાર ગ્રામજનો દ્વારા રજુઆત છતા આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી. તાલુકા પંચાયતના સભ્ય નિશિત ખૂંટે અનેક વખત રજૂઆત કરી હોવા છતા સ્થિતિ ઠેરની ઠેર છે, ત્યારે સવાલ એ છે કે એકતરફ રાજ્ય સરકાર દ્નારા સ્માર્ટ સ્કૂલો બનાવવાના દાવા કરાઈ રહ્યા છે તો શું આ છે સ્માર્ટ શાળા!

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">