ડાંગ વીડિયો : ચોમાસામાં અહીંની મુલાકાત ચૂકશો તો પસ્તાશો, જુઓ પ્રકૃતિનું નયનરમ્ય સ્વરૂપ

ડાંગ વીડિયો : ચોમાસામાં અહીંની મુલાકાત ચૂકશો તો પસ્તાશો, જુઓ પ્રકૃતિનું નયનરમ્ય સ્વરૂપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2024 | 10:34 AM

ડાંગ : ભારતમાં ફરવા માટેના સ્થળો અનેરું આકર્ષણ જમાવે છે. દેશભરમાં મુલાકાત લેવા માટે વિવિધ કળા અને સંસ્કૃતિની કોઈ કમી નથી.  આજે અમે એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને તેના આકર્ષક હવામાન માટે જાણીતું છે.

સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે જ્યાં પ્રવાસીઓએ જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ફરવા જવું જોઈએ. આ સમયગાળા દરમિયાન અહીંનું હવામાન ખૂબ જ ખુશનુમા હોય છે.

ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ જામ્યો છે. સાપુતારા નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદથી પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠ્યું હતું.

વરસાદ પડતા પર્વતો ઉપરથી ઉતરતા ઝરણાંના દર્શ્યો સર્જાયા છે. સાપુતારા ટેબલ પોઇન્ટ અને સનરાઈઝ પોઇન્ટ ઉપર ધૂમમ્સ છવાતા આહલાદક વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. બોટિંગ અને પેરાગલાઈડિંગ પોઇન્ટ ઉપર વરસાદ થી પ્રવાસીઓમાં આનંદ છવાયો છે.

g clip-path="url(#clip0_868_265)">