Kutch : ભુજના બન્નીમાં શિક્ષકને અપાઈ ભારે હૈયે વિદાય, ગ્રામજનો સાથે શિક્ષક પણ રડી પડ્યા, જૂઓ Video
શિક્ષક પ્રહલાદ સુથાર મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે. વર્ષ 2007માં તેઓ મીસરીયાડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. વર્ષોથી બાળકોના શિક્ષણ માટે કરેલી સારી કામગીરી અને સારા સ્વભાવના કારણે તેઓ આખા ગામમાં લોકપ્રિય હતા.
Kutch : કચ્છ જિલ્લાના ભૂજના બન્નીમાં શિક્ષકને (Teacher) યાદગાર વિદાય (Farewell) અપાઈ છે. બન્ની વિસ્તારના મીસરીયાડા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રહલાદ સુથારની બદલી થતાં ગ્રામજનોએ તેમને ભારે હૈયે વિદાય આપી હતી. શિક્ષક પ્રહલાદ સુથાર મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે. વર્ષ 2007માં તેઓ મીસરીયાડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. વર્ષોથી બાળકોના શિક્ષણ માટે કરેલી સારી કામગીરી અને સારા સ્વભાવના કારણે તેઓ આખા ગામમાં લોકપ્રિય હતા. તેથી જ તેમના વિદાય સમારંભમાં ગ્રામજનોની આંખો ભીંજાઈ ગઈ. ગ્રામજનોની સાથે શિક્ષક પણ રડી પડ્યા હતા. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો-Gujarati video : મહેસાણાના ધરોઇ ડેમના 2 દરવાજા ખોલાયા, સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos