Rain News : દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદમાં જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદમાં જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદથી રસ્તા પરથી પાણી વહેતા થયા છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગાહી અનુસાર આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી,ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 17 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
