Surat Rain : વરસાદે ખોલી તંત્રની પોલ ! રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં પણ વરસાદ વરસ્યો છે. સુરતમાં સામાન્ય વરસાદમાં જ રાંદેર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો છે. પાણી ભરાયાના કલાકો બાદ મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં પણ વરસાદ વરસ્યો છે. સુરતમાં સામાન્ય વરસાદમાં જ રાંદેર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો છે. પાણી ભરાયાના કલાકો બાદ મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. બ્લોક થયેલી ડ્રેનેજ લાઈન સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તો બ્લોક હોવાથી ટ્રાફિકજામ થતા વાહનચાલકો અટવાયા હતા. રાંદેર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.
સામાન્ય વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ !
ડભોલી હરિ દર્શનના ખાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ડભોલી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. પરંતુ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
મનાપાના અધિકારીઓ દ્વારા થોડા સમયમાં કામગીરી થઈ જશે. તેવું કહી લુલો બચાવ કરવામાં આવ્યો. પરંતુ દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે પાણી ભરાવવાની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ ક્યારે આવશે તે જોવાનું રહ્યું.