Surat : પુણા વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ વિસ્ફોટ, સ્થાનિક સહિત ફાયરના 2 જવાનો ઈજાગ્રસ્ત, જુઓ Video
સુરતમાં મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં સિલિન્ડરમાં લિકેજ બાદ વિસ્ફોટ થયાની ઘટના બની છે. પુણા વિસ્તારના વિક્રમનગરમાં સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
સુરતમાં મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં સિલિન્ડરમાં લિકેજ બાદ વિસ્ફોટ થયાની ઘટના બની છે. પુણા વિસ્તારના વિક્રમનગરમાં સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સિલિન્ડરના વિસ્ફોટથી દિવાલ તૂટી પડી હતી.
મળતી માહિતી અનુસાર સોસાયટીમાં ત્રીજા માળે સિલિન્ડરમાં વિસ્ફોટ થતા સ્થાનિક લોકો પણ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર પહોંચી આગ કાબુમાં લીધી હતી. જેમાં ફાયર બિગ્રેડના 2 જવાન ઈજાગ્રસ્ત થયા હતા.
સિલિન્ડરના વિસ્ફોટથી દિવાલ તૂટી પડી
ઉલ્લેખનીય છે કે વહેલી સવારે રસોઈ બનાવતા હતા. ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં લિકેજ થયા બાદ આગ લાગી હતી. આગ કાબૂમાં ન આવતા પરિવારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી કરતા હતા એ દરમિયાન જ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.જેના કારણે બે ફાયર બ્રિગેડના કર્મચારીને પણ ઈજા પહોંચી હતી.
