AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું ‘શક્તિ’ હવે નબળું પડયું, જો કે વાવાઝોડાની અસરથી આ વિસ્તારોમાં વરસશે વરસાદ, જુઓ Video

અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું ‘શક્તિ’ હવે નબળું પડયું, જો કે વાવાઝોડાની અસરથી આ વિસ્તારોમાં વરસશે વરસાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2025 | 1:49 PM
Share

ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે કે અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું ‘શક્તિ’ હવે નબળું પડી ચૂક્યું છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાત તરફ ફંટાયેલી દિશામાં આગળ વધતું આ વાવાઝોડું હવે ‘સેવિયર સાયક્લોનિક સ્ટોર્મ’માંથી ઘટીને ‘સાયક્લોનિક સ્ટોર્મ’માં પરિવર્તિત થયું છે અને આવતા 7 ઓક્ટોબર સુધીમાં તે વધુ નબળું પડી ‘ડિપ્રેશન’માં ફેરવાઈ જશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હાલ વાવાઝોડું આશરે 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જો કે, દરિયામાં હજુ પણ કરંટ અને તોફાન જેવી પરિસ્થિતિ યથાવત રહેવાની શકયતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 55 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને આગાહિ આપી છે કે તેઓ આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડે અને દરિયાકાંઠાના નિકટ ન જાય. સંભવિત હવામાની અસરોને લઈને તંત્ર સજ્જ છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા રાખવામાં આવી છે.

આ વિસ્તારોમાં વરસશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે વાવાઝોડાની ગુજરાત પર નહિવત્ અસર જોવા મળશે. જો કે રિયાકાંઠો હજુ તોફાની રહે તેવી શક્યતા છે. જેને પગલે માછીમારો માટે એલર્ટ જાહેર કરાયું છે. તો 8 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">