વર્લ્ડ કપ 2023ને લઈ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ, અમદાવાદીઓએ ઘર આંગણે ઊભો કર્યો સ્ટેડિયમ જેવો મહોલ, જુઓ વીડિયો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વ કપને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ફક્ત સ્ટેડિયામમાં જ નહીં પરંતુ સ્ટેડિયમની બહાર અને આ સાથે વિવિધ સોસાયટીઓ અને ક્લબમાં પણ મોટા પાયે આ મેચ જોવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે સ્ટેડિયમમાં બેસીને લોકો મેચ જોતાં હોય તેવો જ માહોલ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા કરવામાં આવ્યો હતો.
વિશ્વ કપની ફાઇનલ મેચ અમદાવાદના આંગણે રમાઈ રહી છે. આ દરમ્યાન ક્રિકેટ રસિકોનો ઉત્સાહ ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે. અનેક સોસાયટી અને ક્લબ હાઉસ દ્વારા બિગ સ્ક્રીન સાથે મેચ જોવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટના મહાકુંભ એવા ક્રિકેટ વિશ્વકપ 2023ની ફાઇનલનો રોમાંચ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે.
ત્યારે અમદાવાદના આંગણે ખેલાઇ રહેલા આ મહાજંગને લઇને મહાઉત્સાહ જોવા મળ્યો છે. મહત્વનુ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર હોય કે અંદર, જ્યાં જુઓ ત્યાં નીલો સમુદ્ર જોવા મળી રહ્યો છે. રંગબેરંગી વસ્ત્રો અને શણગાર સાથે ક્રિકેટ રસીકો સ્ટેડિયમ ખાતે ઉમટ્યા છે. માત્ર સ્ટેડિયમ જ નહીં, મેટ્રો ટ્રેનમાં પણ હજારો લોકોની ભીડ જોવા મળી.
આ પણ વાંચો : તસવીરો : વર્લ્ડ કપમાં હેરાન કરી દેનારી ઘટના, વિરાટ કોહલીને અચાનક રોકવી પડી બેટિંગ, જાણો કારણ
ફાઇનલ મેચ પહેલા અમદાવાદના આંગણે સેલિબ્રિટીનો પણ જમાવડો જોવા મળ્યો. રાજકીય નેતાઓ હોય કે પછી હોય ફિલ્મ અભિનેતા ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા મહાનુભાવો અમદાવાદના મહેમાન બન્યા છે. આમ ફાઇનલનો આ જંગ કોઇ અવિસ્મરણીય ઘટનાથી કમ નથી રહ્યો.





