AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ કાર્યાલયે પથ્થરમારાના કેસમાં, કોંગ્રેસ કાર્યકર્તાના આગોતરા જામીન મંજૂર

કોંગ્રેસ કાર્યાલયે પથ્થરમારાના કેસમાં, કોંગ્રેસ કાર્યકર્તાના આગોતરા જામીન મંજૂર

Ronak Varma
| Edited By: | Updated on: Jul 31, 2024 | 4:01 PM
Share

કોંગ્રેસના કાર્યકર પ્રગતિ આહિરે, સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેને ફગાવી દેવામાં આવી હતી. આથી પ્રગતિ આહિરે, હાઈકોર્ટમાં કરેલ આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ કેસમાં કોંગ્રેસના કાર્યકરોને એલિસબ્રિજ પોલીસે પકડીને જેલ ભેગા કરી દીધા હતા. જો કે, કોંગ્રેસના કાર્યકર પ્રગતિ આહિરે, સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેને ફગાવી દેવામાં આવી હતી. આથી પ્રગતિ આહિરે, હાઈકોર્ટમાં કરેલ આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. આગામી 5 ઓગસ્ટે પ્રગતિ આહિરને એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજર થવા આદેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ અને હિન્દુત્વને લઈને કરેલ ટિપ્પણીનો વિરોધ કરવા ભાજપના કાર્યકરો, અમદાવાદના પાલડિ વિસ્તારમાં આવેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે દેખાવો કરવા ઉમટ્યા હતા. આ સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. જેના અનુસંધાને પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને પકડીને જેલભેગા કર્યાં હતા.

જો કે કોંગ્રેસને પણ ભાજપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવી હતી પરંતુ અમદાવાદ પોલીસે, કોંગ્રેસની કોઈ ફરિયાદ નોંધી ના હતી. આથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચિમકી ઉચ્ચારી હતી કે, જો પોલીસ કોંગ્રેસની ફરિયાદ નહીં નોંધે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ રોજ પર ઉતરશે. આ મુદ્દદાને રાષ્ટ્રીયસ્તરે વાચા આપવા માટે, ગુજરાત કોંગ્રેસના કહેવાથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ દોડી આવ્યા હતા.

 

 

 

Published on: Jul 31, 2024 04:00 PM
g clip-path="url(#clip0_868_265)">