શિયાળાની ઠંડક વચ્ચે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ વકર્યો, નવા 41 કેસ નોંધાયા, જુઓ વીડિયો
શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચાલુ મહિનામાં સ્વાઇન ફ્લૂના 41 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 10 માસમાં 170 કેસ નોંધાયા છે, તો 2 દર્દીના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના કેસમાં દેશમાં ગુજરાત ચોથા ક્રમે છે.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જઇ રહ્યો છે. જો કે વધતી જતી ઠંડી વચ્ચે હવે રોગચાળો પણ વકરી રહ્યો છે. ગુજરાતમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂના રોગચાળાએ માથુ ઉચક્યુ છે.
શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચાલુ મહિનામાં સ્વાઇન ફ્લૂના 41 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 10 માસમાં 170 કેસ નોંધાયા છે, તો 2 દર્દીના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના કેસમાં દેશમાં ગુજરાત ચોથા ક્રમે છે.
આ પણ વાંચો- વીડિયો : આવતીકાલથી ત્રણ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયા
એક તરફ માવઠાંની આગાહી અને બીજી તરફ ઠંડીનું જોર વધી રહ્યુ છે. 5 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે અને હજુ પણ 3 દિવસ બાદ પારો વધુ ગગડે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે રોગચાળો વકરવાની શક્યતા છે.

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન