Valsad : કપરાડામાં ચર્ચના પાદરીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાંથી અંધશ્રદ્ધામાં ફસાયેલા પરિવારો માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા છે. ત્યારે વલસાડના કપરાડામાં ચર્ચના પાદરીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે.
ગુજરાતમાંથી અંધશ્રદ્ધામાં ફસાયેલા પરિવારો માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા છે. ત્યારે વલસાડના કપરાડામાં ચર્ચના પાદરીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. સારવાર આપવાના બહાને 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પરિવાર વિવિધ ધાર્મિક સ્થળોએ સગીરાને લઈ ગયો હતો. ત્યારે સારવારના બહાને પાદરીએ સગીરા અને તેના પરિવારને રોક્યો હતો.
કપરાડામાં ચર્ચના પાદરીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ
ઉલ્લેખનીય છે કે સગીરાને સાજી થવામાં સમય લાગશે રહી પરિવારને રવાના કર્યો છે. એકલતાનો લાભ લઈ નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ ઘરે જઈ પરિવારને જાણ કરતાં 181 અભયમની મદદ લેવાઈ હતી. પોલીસે તાત્કાલિક પાદરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અંધશ્રદ્ધામાં ફસાયેલા પરિવારો માટે પણ આ ચેવતણી રૂપ કિસ્સો છે. બીમાર સગીરાને હોસ્પિટલમાં લઈ જવાને બદલે પરિવારજનો તેને મંદિર, દરગાહ અને ચર્ચમાં લઈ જઈ રહ્યા હતા. જ્યાં સારવારના બહાને નરાધમ પાદરીએ તેની જિંદગી પીંખી નાખી.
