Chhotaudepur : જિલ્લામાં વરસાદી માહોલ, ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઇ

છેલ્લા બે દિવસથી જિલ્લામાં ધીમીધારે વરસાદ નોંધાઇ રહ્યો છે. જેથી જિલ્લાના નદીનાળા છલકાઇ રહ્યાં છે. વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 4:33 PM

Chhotaudepur : છેલ્લા બે દિવસથી જિલ્લામાં ધીમીધારે વરસાદ નોંધાઇ રહ્યો છે. જેથી જિલ્લાના નદીનાળા છલકાઇ રહ્યાં છે. વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. જિલ્લામાં વરસાદી હેલીને કારણે જિલ્લાની મુખ્ય નદી ઓરસંગ નદીમાં નવા નીર ઉમેરાયા છે. અને, વરસાદને કારણે નદી બે કાંઠે વહી રહી છે. નોંધનીય છેકે છોટા ઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જિલ્લાના નવનિર્મિત ચેકડેમો પણ ઓવરફલો થયા છે. આમ, વરસાદને કારણે જિલ્લાની પાણીની સમસ્યા હલ થશે. અને, વાવણી થયેલ પાકને નવજીવન મળશે. હજું પણ મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેથી લોકો વરસાદ આવવાની રાહ જોઇ રહ્યાં છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">