ચંડોળા તળાવ : ગેરકાયદે મકાનો બાદ હવે ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું – જુઓ Video
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ફેઝ-2 ડિમોલિશન અંતર્ગત બીજા દિવસે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી ચાલુ રહી હતી. બીજા દિવસે તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ફેઝ-2 ડિમોલિશન અંતર્ગત બીજા દિવસે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી ચાલુ રહી હતી. બીજા દિવસે તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 24 ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
ગઈકાલે મ્યુનિસિપલ તંત્રે 35 જેટલા હીટાચી મશીન અને 15 જેટલા JCB મશીનની મદદથી 8500 જેટલાં નાના-મોટા, કાચા-પાકા મકાનો એક જ દિવસમાં તોડી પાડ્યા હતા.
આ સિવાય આગામી દિવસોમાં કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી થઇ રહી છે. જણાવી દઈએ કે, વહેલી સવારથી જ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.