Breaking News : સુરત વોર્ડ નંબર 4 માં AAPના મહામંત્રી મનોજ સોરઠીયાની હાર, વરાછામાં ભાજપની થઈ એન્ટ્રી
કાપોદ્રા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-4માં ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં આમ આદમી પાર્ટીનું મોટુ માંથુ એવા ગુજરાતના AAP સંગઠનના મહામંત્રી મનોજ સોરઠિયાની સુરત મનપાની ચૂંટણીમાં કારમી હાર થઈ છે. તેમજ આપની આ સીટ ભાજપે પોતાને કબજે કરી છે.
સુરત શહેરના વરાછા વિસ્તારના કાપોદ્રા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-4માં ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં આમ આદમી પાર્ટીનું મોટુ માંથુ એવા ગુજરાતના AAP સંગઠનના મહામંત્રી મનોજ સોરઠિયાની સુરત મનપાની ચૂંટણીમાં કારમી હાર થઈ છે. તેમજ આપની આ સીટ ભાજપે પોતાને કબજે કરી છે.
AAP સંગઠનના મહામંત્રી મનોજ સોરઠિયા હાર્યા
મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 4 વરાછાની કાપોદ્રા બેઠક પર ભાજપે મહત્વપૂર્ણ જીત નોંધાવી છે. આ વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી પહેલા જ જીત્યા ઉમેદવારો ! જાણો કઈ કઈ અને કેટલી છે આ બેઠક, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
વરાછામાં ભાજપની એન્ટ્રી
ખાસ કરીને પાટીદાર વિસ્તાર ગણાતા આ વોર્ડમાં ભાજપની એન્ટ્રી રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અત્યાર સુધી આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ માનવામાં આવતો હતો, પરંતુ આ વખતે ભાજપે બેઠક છીનવીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.
મતદારોનો ઝુકાવ ભાજપ તરફ
વોર્ડ નંબર-4 કાપોદ્રા વિસ્તાર સૌથી ચર્ચાસ્પદ રહ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ અહીંથી મનોજ સોરઠીયાને મેદાનમાં ઉતાર્યા હતા. તેમ છતાં, મતદારોનો ઝુકાવ ભાજપ તરફ રહેતા પાર્ટીએ અહીં જીત હાંસલ કરી છે. આ પરિણામ સાથે સુરતના રાજકારણમાં નવા સમીકરણો ઉભા થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

