Breaking News : 9માં ધોરણની વિદ્યાર્થિની પર સ્કૂલવાન ચાલકે દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી
માતા-પિતાને ચોંકાવી દેશે તેવા સમાચાર રાજકોટમાંથી સામે આવ્યા છે.વિદ્યાર્થિની છેલ્લા એક વર્ષથી આ સ્કૂલવાન ચાલકની વાનમાં સ્કૂલે જતી હતી. આટલું જ નહી સ્કૂલવાન ચાલકના ઘરે 12 વર્ષની દીકરી છે.
ગુજરાતમાંથી સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. કહી શકાય કે,આ નરાધમો નાની બાળકીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવે છે. રાજકોટમાં ફરી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે.રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર સ્કૂલવાનમાં જ ચાલકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.માલવીયા નગર પોલીસે 35 વર્ષીય રમેશ ખરાની ધરપકડ કરી છે.14 વર્ષીય સગીરા એકાદ વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં જતી હતી.
આરોપીને 12 વર્ષની દીકરી હોવાનું પણ સામે આવ્યું
પોલીસે દુષ્કર્મ, પોક્સો, છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.આટલું જ નહી આ સ્કૂલવાન ચાલક ફોન નંબર મેળવી સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત પણ કરતો હતો.બે દિવસ પૂર્વે અમીન માર્ગ નજીક અવાવરું વિસ્તારમાં લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.રમેશ ખરાની પોલીસે ધરપકડ કરી છે, આરોપીને 12 વર્ષની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે. પોતાની દીકરીની ઉંમરની વિદ્યાર્થિની પર સ્કૂલવાન ચાલકે દુષ્કર્મ આચર્યું છે. 35 વર્ષના આરોપીએ 12 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે.
7 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ
ગત્ત મહિને રાજકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ઘટના સામે આવી હતી. રાજકોટમાં આટકોટના કાનપુરમાં 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં રાજકોટ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આ મામલે રાજકોટ કોર્ટ નરાધમને ફાંસીની સજા ફટકારી છે. 4 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં પોલીસે 11 દિવસની ચાર્જશીટ અગાઉ રજૂ કરી હતી, જેમાં કોર્ટે આરોપીને ફાસીની સજાની જાહેરાત કરી છે.