AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતમાં ધીમે ધીમે વધ્યો ઠંડીનો ચમકારો, 9 શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યનાં 9 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે ગગડ્યો છે. 17 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.

Breaking News: ગુજરાતમાં ધીમે ધીમે વધ્યો ઠંડીનો ચમકારો, 9 શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2026 | 10:08 AM
Share

ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં થઈ રહેલા ફેરફારને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. રાજ્યનાં 9 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે ગગડ્યો છે. ખાસ કરીને કચ્છના નલિયામાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. 17 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. નલિયામાં વહેલી સવારે ઠંડકનો અહેસાસ થતાં સ્થાનિકોએ શિયાળાની શરૂઆતનો અનુભવ કર્યો છે.

અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો

રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થતાં દિવસ દરમિયાન ગરમીની તીવ્રતામાં થોડી રાહત મળી રહી છે. જોકે, હજુ દિવસ અને રાતના તાપમાન વચ્ચેનો તફાવત જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણ ઠંડું રહે છે, જ્યારે બપોરના સમયે સૂર્યપ્રકાશને કારણે ગરમીનો અહેસાસ થાય છે. આ કારણે રાજ્યના નાગરિકો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે

હાલ રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ હોવા છતાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો નથી. લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ હજુ ઠંડીનું જોર વધવા માટે થોડો સમય લાગી શકે છે. હવામાનના અનુમાન મુજબ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

નવેમ્બરના અંતમાં શિયાળાનું જોર વધવાની શક્યતા

હાલ નવેમ્બર મહિનાનો મધ્ય સમય ચાલી રહ્યો છે અને રાજ્યમાં ધીમે ધીમે વાતાવરણ બદલાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ઠંડક વધુ અનુભવાઈ રહી છે. બીજી તરફ બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હોવાથી નાગરિકોને હજુ સંપૂર્ણ શિયાળાનો અહેસાસ થઈ રહ્યો નથી. નવેમ્બર મહિનાના અંત સુધીમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા વચ્ચે આગામી દિવસોમાં તાપમાન પર સૌની નજર રહેશે. જોકે, ત્યાં સુધી રાજ્યના નાગરિકોએ બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે. આ પણ વાંચો- Labh Pacham Upay: વેપારમાં નથી થઈ રહી પ્રગતિ? લાભ પાંચમ પર કરો આ 9 ઉપાય, ધન-સંપત્તિમાં થશે વધારો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">