Breaking News : અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી ઝડપાવાનો સિલસિલો યથાવત્ ! 6 કરોડના ગાંજા સહિત 15 I Phone અને સ્માર્ટ વોચ જપ્ત કરાઈ, જુઓ Video
અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણચોરી ઝડપાઈ છે. એરપોર્ટ પર દાણચોરી ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. બેંગકોકથી આવેલી મહિલા પાસેથી 6.5 કરોડનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણચોરી ઝડપાઈ છે. એરપોર્ટ પર દાણચોરી ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. બેંગકોકથી આવેલી મહિલા પાસેથી 6.5 કરોડનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. DRIએ બેંગકોકથી આવી રહેલી મહિલાની તપાસ હાથ ધરી હતી. બેંગકોકથી લાવવામાં આવેલા ગાંજો મળી આવતા મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 2 મહિનામાં અંદાજે 200 કરોડનો ગાંજો દાણચોરીના કેસમાં જપ્ત કરવામાં આવ્યો છે.
બીજી તરફ આબુધાબીથી આવેલા મુસાફર પાસેથી મોંઘીદાટ વસ્તુઓ મળી આવી હતી. 9500 ગ્રામ શુદ્ધ કેસર તેમજ iphone અને i watch જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે 15 iphone જપ્ત કર્યા છે. તેમજ 4 i watch પણ કબજે કર્યા છે. અગાઉ પણ એન્ટીક ચીજ વસ્તુઓની દાણચોરી ઝડપાઈ હતી. દાણચોરીની તમામ વસ્તુઓ જપ્ત કરીને મુસાફરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
એરપોર્ટ પરથી ઝડપાયું હતું 2 કરોડનું ડ્રગ્સ
બીજી તરફ આ અગાઉ પણ અમદાવાદના એરપોર્ટ પરથી 2 કરોડનું ડ્રગ્સ પકડાયું હતુ. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 2 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. થાઈલેન્ડથી હાઈબ્રીડ ગાંજો મંગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. એરપોર્ટ પર જ હાઈબ્રીડ ગાંજા સાથે એક ડ્રગ પેડલરની ધરપકડ કરાઈ છે.