Surat : ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઈન ગેમિંગ કૌભાંડની તપાસમાં ED પણ જોડાયુ, 948 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા, જુઓ Video
સુરત શહેરમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગના નામે ચાલી રહેલા વિશાળ કૌભાંડમાં EDએ તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે પહેલા જ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મૂકવામાં આવ્યા છે
સુરત શહેરમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગના નામે ચાલી રહેલા વિશાળ કૌભાંડમાં EDએ તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે પહેલા જ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મૂકવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ કૌભાંડમાં 948 કરોડથી વધુ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયા છે.
પોલીસ તપાસમાં ખુલ્લું પડ્યું છે કે આ કૌભાંડ લજામાંડી ચોક પાસે એક બાંધકામ ઓફિસના આડમાં ચાલી રહ્યું હતું. EDની તપાસમાં વિદેશમાં રોકાણ, બેંક ખાતાઓમાં થયેલા વ્યવહારો, બેંક કીટ અને સિમકાર્ડની વિગતોનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓ વિદેશી રોકાણના માર્ગો શોધી રહ્યા છે અને શંકા છે કે આ કૌભાંડમાં મોટા પાયે મની લોન્ડરિંગ થયું હોય શકે છે.
SEBI પણ આ તપાસમાં જોડાઈ શકે
આગામી દિવસોમાં SEBI જેવી નાણાકીય નિયમનકારી સંસ્થાઓ પણ આ તપાસમાં જોડાઈ શકે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને શોધી કાઢવા અને તેમના પર કાયદેસર કાર્યવાહી કરવા માટે તપાસ ચાલુ છે. આ ઘટના ગુજરાત રાજ્ય માટે ચિંતાનો વિષય છે અને આવા કૌભાંડોને રોકવા માટે સરકાર અને નિયમનકારી સંસ્થાઓ દ્વારા કડક પગલાં લેવાની જરૂર છે.