Breaking News: ભુજ નગરપાલિકામાં AIMIMની ધમાકેદાર એન્ટ્રી, વોર્ડ-1માં 3 ઉમેદવારોની જીતથી રાજકીય ચકચાર, Watch Video
ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે રસપ્રદ રાજકીય ચિત્ર સામે આવ્યું છે. કુલ 44 બેઠકો ધરાવતી ભુજ નગરપાલિકામાં ભાજપે 10 બેઠકો જીતતા શરૂઆતમાં મજબૂત દેખાવ કર્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક સુધી સીમિત રહી છે. પરંતુ સૌથી વધુ ચર્ચા AIMIMની એન્ટ્રીને લઈને થઈ રહી છે.

રાજકીય વર્તુળોમાં ચકચાર મચી
AIMIMએ ભુજ નગરપાલિકામાં પ્રથમ વખત ખાતું ખોલ્યું છે અને વોર્ડ નંબર-1માં તેના 3 ઉમેદવારો વિજેતા બનતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. ખાસ કરીને કચ્છ વિસ્તારમાં AIMIMની આ એન્ટ્રીને ભવિષ્યના રાજકીય સમીકરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
કોંગ્રેસ માટે આ પરિણામ ચિંતાજનક
વોર્ડ નંબર-1માં AIMIMના ત્રણેય ઉમેદવારોની જીતે સ્થાનિક સ્તરે પક્ષની પકડ અને મતદારોના નવા ઝુકાવનો સંકેત આપ્યો છે. કોંગ્રેસ માટે આ પરિણામ ચિંતાજનક ગણાય છે, જ્યારે ભાજપ માટે પણ AIMIMની એન્ટ્રી ભવિષ્યમાં પડકારરૂપ બની શકે છે.
ભુજ નગરપાલિકાના આ પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક ચૂંટણીમાં હવે નવા રાજકીય ખેલાડીઓ પણ અસરકારક રીતે મેદાનમાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં આ પરિણામોના રાજકીય અર્થઘટનો પર સૌની નજર રહેશે.
Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, મત કેન્દ્રો પર સવારે 9 કલાકથી થશે મતગણતરી