Breaking News : IPLની ફાઈનલ મેચ પહેલા અમદાવાદની શાળાને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી, જાણો સંપૂર્ણ માહિતી
અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ પહેલા ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની જીનેવા લિબ્રલ સ્કૂલને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ પહેલા ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની જીનેવા લિબ્રલ સ્કૂલને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અજાણ્યા મેઈલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. સ્કૂલ પ્રશાસને તાત્કાલિક ધોરણે પોલીસ અને કંટ્રોલ રુમમાં જાણ કરી છે. મેચની ફાઈનલના દિવસે જ ધમકી મળતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે.
સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો
બીજી તરફ અમદાવાદમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. IPL મેચમાં લાખો લોકોની અવરજવર પહેલા દુર્ઘટના બની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો છે. ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારી સામે આવી છે. સવારના સમયે દુર્ઘટના થઈ હોવાની મોટી જાનહાનિ ટળી છે. સ્ટેડિયમના મુખ્ય રોડ પર હાલ ભયનો માહોલ જોવા મળ્યો છે.