સુરતમાં ડુમસના મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો મળ્યો ઈ મેઈલ, દેશના 52 સ્થળોએ બ્લાસ્ટ કરવાની અપાઈ ધમકી

સુરતના ડુમસમાં આવેલ મોલમા બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો ઈમેઈલ મળતા સુરત પોલીસે સમગ્ર મોલ ખાલી કરાવીને ચેકિંગ હાથ ધર્યું હતું. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2024 | 6:30 PM

સુરતના ડુમસમાં આવેલ વી આર મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. ઈ મેઈલમાં દાવો કર્યો હતો કે જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો, બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. સમગ્ર દેશમાં 52 સ્થળોએ આવો ધમકી ભર્યો ઈ મેઈલ કરાયો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા ઉમરા પોલીસ વી આર મોલ ખાતે પહોચીને સમગ્ર મોલને ખાલી કરાવી દીધો હતો. મોલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ, ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ પણ તાકીદે વી આર મોલ ખાતે પહોચી ગયા હતા. સમગ્ર મોલ ખાલી કરાવીને બોમ્બ સ્કવોર્ડે વી આર મોલમાં તપાસ હાથ ધરી હતી. જો કે, અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળી આવ્યો નથી. પરંતુ સુરત પોલીસ આ ધમકીભર્યા ઈ મેઈલને હળવાશથી નથી લઈ રહી. બીજી તરફ સુરત સાયબર વિભાગે, ઈ મેઈલ કોણે મોકલ્યો છે તેની પણ તપાસ હાથ ધરી છે. ધમકી ભર્યો ઈ મેઈલ મોકલનારના આઈપી એડ્રેસના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

જો કે એક વાત એવી પણ સામે આવી રહી છે કે, આ સમગ્ર સુરત પોલીસ દ્વારા મોક ડ્રિલ પણ હોઈ શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">