અમદાવાદની અરિહંત એસ્ટેટમાં થયો બોઈલર બ્લાસ્ટ, વિસ્ફોટ એવો થયો કે બે લોકોના શરીરના ઉડી ગયા ફુરચેફુરચા- Video

અમદાવાદના નિકોલ નજીક અરિહંત એસ્ટેટમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ થયો હતો, જેમા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, બ્લાસ્ટ થતા જ બે લોકો તેની ચપેટમાં આવી જતા એકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી જ્યારે અન્ય એકનો હાથ કપાઈને ક્યાંક પડ્યો હતો. અન્ય બે લોકોને પણ ગંભીર ઈજા પહોંચી છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Jun 24, 2024 | 6:48 PM

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અરિહંત એસ્ટેટમાં બોઈલર ફાટતા ભયાનક બ્લાસ્ટ થયો. જેમા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો સમગ્ર એસ્ટેટનું કોંક્રીટનું બાંધકામ તૂટી ગયુ છે, તેમજ આસપાસના યુનિટને પણ અસર પહોંચી છે. અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં આ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતા જ આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.

પાવર કોટિંગ કરતી ફેક્ટરીમાં બ્લાસ્ટ

બંસી પાઉડર કોટિંગ નામની ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો હતો. ફેક્ટરીમાં વિવિધ સાધનોને કલર અને પાઉડર કોટિંગ કરવામાં આવતુ હતુ. જેમા કોમ્પ્રેસર કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપયોગમાં લેવાતા હતા.

આસપાસના 5 શેડને પણ નુકસાન

ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ કમ્પ્રેસરમાં LPG સિલિન્ડરમાં પ્રેશર થતા લિકેજ કે સ્પાર્કના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનુ પ્રાથમિક અનુમાન છે. FSLની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ઘટનાસ્થળેથી પાંચ કોમર્શિયલ LPG સિલિન્ડર પણ મળી આવ્યા છે. આ બ્લાસ્ટના કારણે 5 ઈન્ડસ્ટ્રીયલ શેડ 74, 75, 76, 56, 57ને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે.

વિસ્ફોટમાં 2 ના મોત, 4 લોકોને ગંભીર ઈજા

આ બ્લાસ્ટમાં કૂલ પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. જેમા બે લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક વ્યક્તિઓમાં ફેક્ટરીના માલિક રમેશ પટેલ અને પવન કુમાર નામના કારીગરનો સમાવેશ થાય છે. ચાર ઈજાગ્રસ્તોમાં સુરપાલસિંહ, વાસુદેવ પટેલ, કનુભાઈ અને સહદેવનો સમાવેશ થાય છે.

આગ પર કરાયો કાબુ

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ કરી લેવાયો છે. ફાયરની ટીમ પહોંચી એ પહેલા જ બ્લાસ્ટમાં બે લોકોના ગંભીર રીતે ઈજા થવાના કારણે મોત થયા હતા.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">