ભાજપ શરુ કરશે અમદાવાદથી અયોધ્યાનો પ્રવાસ, 29 જાન્યુઆરીએ પ્રથમ ટ્રેન થશે રવાના
29 જાન્યુઆરીના રોજ અમદાવાદથી અયોધ્યાની પ્રથમ ટ્રેન રવાના થશે. આ પ્રવાસની શરૂઆત અમદાવાદ પ્રશ્ચિમ લોકસભાથી થશે. આ પ્રવાસને લઇને અમદાવાદમાં ખાનપુર કાર્યાલયે બેઠકનું આયોજન થયું છે. આમ વર્ષો પહેલા જે રીતે દરેક વિધાનસભામાંથી ધારાસભ્યો નર્મદા ડેમ જોવા પોતાના મતદારોને લઇ જતા તેવો જ માહોલ અયોધ્યા માટે ઉભો થશે.
અયોધ્યામાં રામમંદિરના નિર્માણને ભાજપ 2024ની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવે તેવી ચર્ચા છે. ત્યારે રામમંદિરના નિર્માણનો શ્રેય પણ વધુમાં વધુ ભાજપને મળે તેવી રણનીતિ પણ ઘડાઈ રહી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં રાજ્યના મતદારોને અમદાવાદથી અયોધ્યા લઇ જવાનું ભાજપનું આયોજન છે. વિવિધ લોકસભા ક્ષેત્ર પ્રમાણે આ પ્રવાસનું આયોજન થશે.
29 જાન્યુઆરીના રોજ અમદાવાદથી અયોધ્યાની પ્રથમ ટ્રેન રવાના થશે. આ પ્રવાસની શરૂઆત અમદાવાદ પશ્ચિમ લોકસભાથી થશે. આ પ્રવાસને લઇને અમદાવાદમાં ખાનપુર કાર્યાલયે બેઠકનું આયોજન થયું છે. આમ વર્ષો પહેલા જે રીતે દરેક વિધાનસભામાંથી ધારાસભ્યો નર્મદા ડેમ જોવા પોતાના મતદારોને લઇ જતા તેવો જ માહોલ અયોધ્યા માટે ઉભો થશે. ટૂંકમાં 2024ની ચૂંટણી પહેલા રામમંદિર નિર્માણનો મુદ્દો ચર્ચામાં રહે તેવી ભાજપની રણનીતિ હોય તેવું લાગી રહ્યું છે.
Latest Videos