Rajkot Video : રાજકોટમાં તિરંગા યાત્રાનો જે.પી. નડ્ડાએ કરાવ્યો પ્રારંભ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ રહ્યાં હાજર, જુઓ Video
દર વર્ષેની જેમ આ વર્ષે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 50 લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે. ત્યારે આજે રાજકોટથી હર ઘર તિરંગાનું અભ્યાન શરુ કરવામાં આવ્યુ છે. જેના પગલે આજે રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના જ દિવસો બાકી છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 50 લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે. ત્યારે આજે રાજકોટથી હર ઘર તિરંગાનું અભ્યાન શરુ કરવામાં આવ્યુ છે. જેના પગલે આજે રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યાં હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ યાત્રાને પ્રસ્થાન કરાવી છે.
રાજકોટના બહુમાળી ભવન ચોકથી જ્યુબેલી ગાર્ડન સુધીની તિરંગા યાત્રા યોજાઈ છે. આ તિરંગા યાત્રા આશરે 1.5 કિલોમીટર લાંબી યોજાઈ છે. CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ તિરંગા યાત્રામાં જોડાયા છે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એઇમ્સની મુલાકાત લેશે. જો કે મુલાકાત બાદ તેઓ એઇમ્સની કામગીરી અંગે સમિક્ષા કરે તેવી શક્યતાઓ છે.
તિરંગા યાત્રામાં કોંગ્રેસ પર જેપી નડ્ડાના આકરા પ્રહાર
જે પી નડ્ડાએ પરિવારવાદના નામે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના લોકોને એક જ પરિવારનું બલિદાન દેખાઇ છે. આ દેશ સરદારે આપેલુ બલિદાન ક્યારેય નહીં ભૂલે. કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવા કોઇ કોંગ્રેસનો નેતા આવ્યા નથી. આ ઉપરાંત જેપી નડ્ડાએ પ્રહાર કરતા કહ્યું કે આ લોકો નકલી દેશભક્ત છે,રાજનિતી માટે સમાજમાં ભાગલા કરાવે છે. આ લોકોને દેશની જનતા અરિસો બતાવશે. સરદાર પટેલે રજવાડાઓને જોડીને મેરા ભારત મહાન બનાવ્યું છે. નરેન્દ્ર મોદીએ ભારતને વિકસિત ભારત બનાવવામાં મોટુ યોગદાન આપ્યુ છે.