Gandhinagar : દિલ્હીમાં આવતીકાલે ભાજપની મહત્વની રાષ્ટ્રીય બેઠક, રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા, જુઓ Video
ડિસેમ્બર સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી સંભાવના છે. આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની રાષ્ટ્રીય બેઠક યોજાવામાં આવશે. તમામ રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન મહામંત્રીઓની બેઠક યોજાવાની છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ પણ બેઠકમાં જોડાશે. આ બેઠકમાં રાજકીય સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ભાજપના સંગઠન પર્વની ચર્ચા થઈ શકે છે. 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન સાથે સંગઠન પર્વ જાહેર થાય એવી શક્યતાઓ છે. ઓક્ટોબર મહિનામાં મંડળ અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવશે. આજે JP નડ્ડાની રાષ્ટ્રીય મહામંત્રીઓ સાથેની બેઠકમાં સંગઠન પર્વને આખરી ઓપ અપાઈ શકે છે.