ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુજરાત પ્રવાસે, અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું કરશે ઉદઘાટન
લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ અમિત શાહ સહિત અન્ય સાંસદોના મધ્યસ્થ કાર્યાલયનું પણ વર્ચ્યુલી ઉદઘાટન કરવાના છે.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 જેટલી બેઠકો કબ્જે કરવા ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. એક પછી એક ભાજપના દિગ્ગજો ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ આજે ગુજરાત મુલાકાતે છે.તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાવવાના છે.
લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ અમિત શાહ સહિત અન્ય સાંસદોના મધ્યસ્થ કાર્યાલયનું પણ વર્ચ્યુલી ઉદઘાટન કરવાના છે. ભાજપના તમામ 26 સાંસદોના કાર્યાલયનું તેઓ ઉદઘાટન કરશે.
આ પણ વાંચો- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરના કાર્યક્રમોમાં આપશે હાજરી
ભાજપના તમામ 26 સાંસદોના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહેવાના છે. આ સાથે જ જે પી નડ્ડા બપોરે ત્રણ કલાકે ડોકટર મીટમાં પણ હાજરી આપવાના છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
