Ahmedabad Accident : નિકોલ રિંગરોડ પર AMCના કચરો ઉપાડવાના વાહનની અડફેટે બાઈકચાલકનું મોત, વાહનચાલક ફરાર, જુઓ Video
અમદાવાદના નિકોલ રિંગરોડ પર કોર્પોરેશનના ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. કોર્પોરેશનના બેફામ ડમ્પરે બાઈકચાલકને ટક્કર મારી હતી. ઘટનાસ્થળે જ બાઈકચાલકનું મોત થયુ છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરચાલક ફરાર થયો છે. મૃતક ભાવેશ પટેલ નોકરીથી પરત આવતા સમયે અકસ્માતની ઘટના બની હતી.
Accident : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી હતી. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદના નિકોલ રિંગરોડ પર બની છે. નિકોલ રિંગરોડ પર કચરો ઉપાડવાના વાહનની અડફેટે બાઈકચાલકનું મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. કોર્પોરેશનના બેફામ વાહનચાલકે બાઈકચાલકને ટક્કર મારી હતી. ઘટનાસ્થળે જ બાઈકચાલકનું મોત થયુ છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરચાલક ફરાર થયો છે. મૃતક ભાવેશ પટેલ નોકરીથી પરત આવતા સમયે અકસ્માતની ઘટના બની હતી.
અકસ્માતમાં 12 લોકોના જીવ ગયા
તો બીજી તરફ ગઈકાલે ભાવનગરની બસને નડેલા અકસ્માતની ઘટનામાં 12 લોકોના મોત થયા હતા. ભાવનગરથી મથુરા જઇ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. મૃતકો ભાવનગરના તળાજા તાલુકાના દીહોરના વતની હોવાનું સામે આવ્યુ છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારી હતી. NH-21 પર વહેલી પરોઢે 4 કલાકે અકસ્માતની ઘટના બની હતી. બસ ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની હોવાનું સામે આવ્યુ હતુ. CM ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખની સહાય જાહેર કરી છે.





