Ahmedabad: SVPI એરપોર્ટ પર ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોનની શરુઆત, પ્રિપેડ બૂકિંગથી સ્થળ પર સરળતાથી પહોંચાશે

એરપોર્ટ પરના ડોમેસ્ટિક ટર્મિનલના અરાઈવલ એરીયામાં કાઉન્ટર્સનું ક્લસ્ટર મુસાફરોને મનપસંદ સ્થળોની યાત્રાનો સીમલેસ અને સાનુકૂળ અનુભવ કરાવે છે. અહીં મુસાફરોને પ્રીપેડ ટેક્સી, પ્રી-પેઈડ ઓટો અથવા અન્ય પરિવહન વિકલ્પો પૂરા પાડવામાં આવે છે. મુસાફરો આગમન હોલની અંદર/બહારથી ઉપલબ્ધ કાઉન્ટર્સ પર તેનો લાભ સરળતાથી ઉઠાવી શકે છે.

Ahmedabad: SVPI એરપોર્ટ પર ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોનની શરુઆત, પ્રિપેડ બૂકિંગથી સ્થળ પર સરળતાથી પહોંચાશે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 13, 2023 | 1:06 PM

 Ahmedabad : અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે ડોમેસ્ટિક ટર્મિનલ અરાઈવલ એરિયામાં ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોન શરૂ કરવામાં આવ્યો છે. અત્યાધુનિક સુવિધા ધરાવતા ડેડીકેટેડ ઝોનમાં પ્રીપેડ ઓટો, પ્રીપેડ ટેક્સીઓ, રેન્ટ એ સેલ્ફ ડ્રાઇવ (RAS) અને રેન્ટ પર કાર સહિતના વિવિધ પરિવહન વિકલ્પો ઉપલબ્ધ છે. એરપોર્ટ દ્વારા આ સુવિધા વધારવાનો હેતુ પ્રવાસીઓને મુસાફરીનો ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવાનો છે.

આ પણ વાંચો- Gandhinagar : કલોલ તાલુકા પંચાયતના 3 સભ્યોનું પોલીસે અપહરણ કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ, શક્તિસિંહે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી

ડોમેસ્ટિક ટર્મિનલના અરાઈવલ એરીયામાં કાઉન્ટર્સનું ક્લસ્ટર મુસાફરોને મનપસંદ સ્થળોની યાત્રાનો સીમલેસ અને સાનુકૂળ અનુભવ કરાવે છે. અહીં મુસાફરોને પ્રીપેડ ટેક્સી, પ્રી-પેઈડ ઓટો અથવા અન્ય પરિવહન વિકલ્પો પૂરા પાડવામાં આવે છે. મુસાફરો આગમન હોલની અંદર/બહારથી ઉપલબ્ધ કાઉન્ટર્સ પર તેનો લાભ સરળતાથી ઉઠાવી શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમદાવાદ એરપોર્ટ પરથી સ્પેશિયલાઇઝ્ડ ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોન શહેરના વિસ્તારો સાથે અસાધારણ કનેક્ટિવિટી પૂરી પાડે છે. મુસાફરોને પૂરી પાડવામાં આવતી વિવિધ વિકલ્પોની માહિતીમાંથી તેઓ શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી શકે છે. એટલું જ નહીં, એપ્લિકેશન આધારિત ટેક્સી સેવાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી ઝડપી બસ પરિવહન સેવાનો વિકલ્પ પણ મુસાફરો માટે ઉપલબ્ધ છે.

આ નવતર પહેલ ભારતના સર્વોત્તમ એરપોર્ટ પૈકી એક એવા અમદાવાદ એરપોર્ટની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે તેવું મનાઇ રહ્યું છે. એરપોર્ટ મુસાફરોના સંતોષ અને શ્રેષ્ઠ અનુભવમાં સુધારા -વધારા માટે સતત કાર્યશીલ છે. ડોમેસ્ટિક ટર્મિનલના અરાઇવલ એરિયામાં ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ ઝોન ગ્રાહકોનો સંતોષ વધારવા એરપોર્ટની અતૂટ પ્રતિબદ્ધતાનો આ બીજો પુરાવો મનાઈ રહ્યો છે. તેમજ SVPI એરપોર્ટ અમદાવાદથી મુસાફરોના ગંતવ્ય સ્થાનો સુધી સીમલેસ મુસાફરી માટે પરિવહન વિકલ્પો અને સુવિધાઓ વિકસાવવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">