ભાવનગરમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર, આસમાનમાંથી અગનગોળા વરસતા રસ્તાઓ બન્યા સૂમસામ- વીડિયો

રાજ્યમાં આગ વરસાવતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ આસમાનમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય એ પ્રકારે લોકો ગરમીની અનુભૂતિ કરી રહ્યા છે. ભાવનગરમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર જતા લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2024 | 3:45 PM

રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આકાશમાંથી પણ જાણે અગનગોળા વરસી રહ્યા છે. ભાવનગર શહેરની જો વાત કરીએ તો અહીં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આસમાનમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. અસહ્ય ગરમીને કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે. તાપથી બચવા માટે લોકો ઠંડા પીણા, શેરડીના રસ, લીંબુ પાણી, આઈસ ગોલાનો સહારો લઈ રહ્યા છે. શરીરને ઠંડક આપવા અને લૂ થી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.

આ તરફ ઉનાળામાં વધતી પાણીની જરૂરિયાતને ધ્યાને રાખી ભાવનગર મનપાએ પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાવનગરમાં 177 MLD પાણીની જરૂરિયાત સામે 171 MLD પાણી મળ્યુ છે. જેથી હજુ પણ 7 થી 8 MLD પાણીની ઘટ પડી રહી છે. આ દરમિયાન જો કોઈ પાઈપલાઈનમાં ક્ષતિ સર્જાય તો પાણીનું આયોજન ખોરવાઈ જાય. આ સમસ્યાના નિવારણ માટે મનપા કમિશનરે સરકાર સમક્ષ માગણી કરી છે કે આગામી દિવસોમામ મહિપર યોજનામાંથી 90 MLD પાણી મેળવવવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવે. એગ્રીમેન્ટ બાદ મહીપરીએજ માંથી ઓછામાં ઓછું 72 અને વધુમાં વધુ 99 એમએલડી પાણી મેળવી શકાશે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ઉમેદવારના સમર્થનમાં ચુવાળિયા કોળી સમાજની મળી બેઠક, તળપદા કોળી સમાજે વિરોધ કરતા હવે ભાવનગરમાં ઉતારશે ઉમેદવાર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">