ભરૂચ વીડિયો : ઢાઢર નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી

ભરૂચ વીડિયો : ઢાઢર નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી

| Updated on: Jul 26, 2024 | 12:12 PM

ભરૂચ : આમોદ - જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પ્રવાહમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી. વાહનચાલકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ફાયરબ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરાઈ છે. 

ભરૂચ : આમોદ – જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પ્રવાહમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી. વાહનચાલકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ફાયરબ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરાઈ છે.

નદીના ધસમસતા પ્રવાહમાં વહી રહેલા વ્યક્તિની તસ્વીર કેમેરામાં કેદ થઇ હતી.મોટી સંખ્યામાં લોકો આમોદમાં ધાધરના વધેલા જળસ્તર અને ધસમસતા પ્રવાહને જોવા પૂલ ઉપર એકત્રિત થયા હતા તે સમયે અજાણ્યા વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી.

લોકોએ ઘટનાના પગલે બુમરાણ મચાવી દીધું હતું. બનાવની જાણ પોલીસને કરતા ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. આમોદ મામલતદાર દ્વારા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને મદદે બોલાવી લાપતા વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત વીડિયો : સુરતીઓને ‘કાળા પાણી’ની સજા! ખાડીપૂરના કારણે લોકો ઘરમાં જેલની જેમ પૂરાઈ જવા મજબૂર બન્યા

g clip-path="url(#clip0_868_265)">